GUJARATMALIYA (Miyana)MORBI

માળિયાના હરીપર નજીક વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત

માળિયાના હરીપર નજીક વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત

મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામની હદમાં દેવ સોલ્ટ પાસે જાણે અકસ્માતમાં ગોળાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલા માળિયા મિયાણાના હરીપર ગામ ની હદમાં દેવ સોલ્ટ પાસે વહેલી સવારે RJ9-GD-6463 નંબરના ટ્રકે પાછળથી GJ3-BV-9998 નંબરની ટ્રકને ઠોકર મારતા ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો બન્ને ટ્રક વચ્ચેનો ગમખ્વાર અકસ્માત જીવલેણ સાબિત થયો હતો. અને મૂળ એમપીના ધાર જિલ્લાના નરવીરસિંહ (ઉ.વ.24) અને એમપીના ધાર જિલ્લાના વતની દિલીપભાઈ નામના યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રક બનાવની જાણ થતા મોરબી 108ની ટીમ તેમજ માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button