LUNAWADAMAHISAGAR

મહીસાગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થનાર છે

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થનાર છે

ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ ફોર્મ મેળવી તા. ૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં પરત મોકલી આપવું

રમતગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નર યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મહીસાગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થનાર છે.

આ સ્પર્ધામાં રાસ,પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે. આ સ્પર્ધામાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજુથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે.

ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નંબર ૨૧૨,બીજો માળ કલેકટર કચેરી લુણાવાડા જી-મહીસાગર ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તા. ૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં પરત મોકલી આપવા આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button