જુનાગઢ ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતીએ પોતાની રિવોલ્વરથી ભડાકો કરી જિંદગી ટૂંકાવી

રાજભારતીનો દારૂ પીતા હોવાનો વીડિયો અને મહિલા સાથે પ્રેમલાપ કરતા હોવાના કેટલાક ઓડિયો વાઇરલ થવાથી આઘાત જનક સ્થિતિમાં ગુમસુમ રહેતા હોવાની ચર્ચા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નજીકના ખડીયા ગામ ખાતે આવેલ મહાકાળી આશ્રમના અને હાલ ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ આજે સવારે પોતાની લાઈસન્સ વાળી પિસ્તોલથી જાતે પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને મહિલા સાથે પ્રેમલાપ કરતા હોવાના કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને કારણે રાજ ભારતીબાપુ ડિપ્રેશનમાં હોય અને પોતાની બદનામી થવાને લીધે
ભારતીબાપુએ ખડિયા ગામ ગામ ખાતે પોતાની વાડીએ જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ રાજ ભારતીબાપુના થોડા દિવસ અગાઉ વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ દારૂ પીતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત તેમના કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. એને કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતીબાપુએ આ પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.





