ARAVALLIBHILODA

અરવલ્લી : ભિલોડા પોલીસે બુઢેલી નજીક સ્વીફ્ટ ડિઝાયર કાર માંથી 1.11 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો અંતરિયાળ માર્ગો તરફ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડા પોલીસે બુઢેલી નજીક સ્વીફ્ટ ડિઝાયર કાર માંથી 1.11 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો અંતરિયાળ માર્ગો તરફ

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોની ખેપને નિષ્ફ્ળ બનાવવા સતત દોડાદોડી કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે ભિલોડા પોલીસે બુધાસણની સીમમાં બુઢેલી રોડ પરથી સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી 1.11 લાખથી વધુનો શરાબ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભીલોડા પીઆઇ એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા પેટ્રોલિંગ હાથધરતા સ્વીફ્ટ ડિઝાયર કારમાં બે બુટલેગરો વિદેશી દારૂ ભરી બુધાસણ તરફના રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી મળતા વોચ ગોઠવતા બાતમી આધારિત કાર આવતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક બુટલેગરે બુઢેલી રોડ પર હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો કાર રોડ પર મૂકી ફરાર થઇ જતા રોડ પર પડેલી સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂ,ક્વાંટરીયા અને બિયર નંગ-488 કીં.રૂ.111792/- તેમજ કાર મળી કુલ રૂ.4.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button