
કેન્દ્ર સરકરે કરેલી એક અરજીની સુનાવણી કરતાકહ્યું કે મોટી સંખ્યામાં સરકારી કેસ જે કોર્ટમાં આવી રહ્યા છે તે મોટાભાગે પાયાવિહોણા છે. આવા કેસોના કારણે કોર્ટમાં કામનું ભારણ વધી રહ્યું છે.

જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે કહ્યું કે 70 ટકા સરકારી કેસ પાયાવિહોણા છે. કોર્ટ પર કેસનો બોજ ઓછો અને ખર્ચ પર નિયંત્રિણ કરવા માટે આવા કેસો પર નીતિ બનાવવાની વાત કહેવામાં આવી હતી હવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી. જે કેસમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી તે કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવી છે. જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ ગવઈએ એવો પણ સંકેત આપ્યો હતો કે કોર્ટ કેન્દ્ર સરકાર પર દંડ લગાવી શકે છે.
જસ્ટિસ ગવઈએ એડિશનલ સોલિસિટર જનરલ એએસજી ઐશ્વર્યા ભાટીને કહ્યું, ‘તમારી પાસેથી કેટલી કિંમત વસૂલ કરવી જોઈએ? જે પિટિશન પહેલેથી જ ફગાવી દેવામાં આવી છે. અમે આ પ્રથાને યોગ્ય માનતા નથી કારણ કે કોર્ટે આ અરજી પહેલા જ ફગાવી દીધી છે. આવા 70 ટકા કેસ પાયાવિહોણા છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો ઈચ્છે તો તેનો ઉકેલ શોધી શકે છે. આપણે અખબારોમાં જ વાંચીએ છીએ કે કેસને લઈને પોલીસી પર કામ થઈ રહ્યું છે, પરંતુ સત્ય કંઈક બીજું છે.”









