
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા ખાતે મતદાન કર્યું

લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનો અનુરોધ
મહીસાગર જિલ્લાના લુણાવાડા કિસાન માધ્યમિક વિધ્યાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારીએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારીએ સૌને મતદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, “મે આજે મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી છે. મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો પણ આવો અને વોટીંગ કરી લોકશાહીમાં ભાગીદાર બની આપના અધિકારનો ઉપયોગ કરો.” તેમણે આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા માટે જાહેર અપીલ કરી હતી.
[wptube id="1252022"]









