
૧૯ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

આણંદ જિલ્લાના નાપાડ ગામમાં થયેલા ભષ્ટ્રાચારની સામે અવાજ ઉઠાવનાર દીપક ભાઈ રાઠોડ ઉપર સરપંચ અને એના સાગરીત કમાલ ખાન અને ત્રાહિત વ્યક્તિ દ્વારા તારીખ 11/04/23 ના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો..
જેની તપાસ આણંદ જિલ્લાના પોલીસ જમાદાર દ્વારા ફક્ત નિવેદન લેવામાં આવ્યું છે. ફરિયાદી ને એફ આઈ આર ની નકલ આપી નથી.
માથામાં ઇજા ને કારણે લકવાની અસર થઈ ગઈ છે , હાથ પગ કામ કરતાં નથી અને સ્પષ્ટ બોલી શકાતું નથી.
આ હુમલા માં દીપક ભાઈ રાઠોડ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે આણંદ અને હવે વડોદરા દવાખાનામાં દાખલ છે.અને શરીર એમનું કામ કરતું બંધ થઈ ગયું છે.
નાપાડ ગામમાં ઓછા માં ઓછા રૂપિયા 47 લાખનું કૌભાડ થયું હોવાની શંકા છે. પોલ ખુલ્લી ના થાય માટે વિરોધ કરનાર ની બોલતી બંધ કરવામાં આવી છે.
પોલીસ ખાતા દ્વારા પણ આવા અસામાજિક તત્વો ને છાવરવામાં આવી રહ્યા હોય એમ ફક્ત 151 કલમ મુજબ યોગ્ય તપાસ પણ થઈ રહી નથી અને પૂછપરછ કરી છોડી દેવામાં આવ્યા છે એવું જણવા મળેલ છે.
સત્ય માટે લડનારની સુરક્ષા જ નથી . ચરોતર માં લોકો ભણેલા ગણેલા દેશ વિદેશ છે. દીપકભાઈના પરિવાર માં પતીપત્ની બે જ છે. આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે .
એઓ પણ ભ્રષ્ટાચાર ના ભોગ બનેલા છે.
પોલીસતંત્ર એમની સાચી ફરજ નિભાવે, સરકાર ગ્રામ પંચાયત નો હિસાબ કિતાબ રેકર્ડ ચેક કરાવે તો નાપાડ ગામના લાખો રૂપિયા સાચા અર્થમાં લોકહિતમાં વપરાશે.
માહિતી માગનારને ન્યાય મળશે ?
આરોપીઓને સજા થશે?
પોલીસ એમની ફરજ નિભાવશે?
ગામના લોકોને ગામનો હિસાબ મળશે?
અનેક સવાલો જવાબ માગે છે.








