JALALPORENAVSARI

નવસારી દાંડી દરિયા કિનારે પ્રેમીપંખીડા પાસેથી તોડ કરતો આરોપી પકડાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારીમાં નકલી પોલીસ બની તોડ કરતો બેંકના પટાવાળાને અસલી પોલીસે પકડી લીધો પ્રાપ્ત માહિતી મુજબ નવસારી ખાતે આવેલ એક ખાનગી બેંકમાં દિવસે પટાવાળાની નોકરી કરતો બ્રિજભૂષણ રાય બેંક નકલી પોલીસ બની નવસારીના દાંડી દરિયા કિનારે ફરવા આવતા ખાસ કરી પ્રેમી પંખીડાઓને યેનકેન પ્રકારે હેરાન કરી તોડ કરતો હતો.
તેવામાં આજે નવસારી દાંડી કિનારે ફરવા આવેલા યુવક યુવતી પર નકલી પોલીસ બની વરદી નો રોપ જમાવી તેઓ પાસેથી ૭ હજાર રૂપિયા ખંખેરી લીધા હતા તોડપાનીના શિકાર બનેલા યુગલે નજીકી જલાલપોર પોલીસને જાણ કરતા તોડબાજ નકલી પોલીસ (પટ્ટાવાળો) બ્રિજભૂષણ રાય ને જલાલપોર પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી વધુની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button