MORBIMORBI CITY / TALUKO

સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબી સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું

સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબી સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું

 


વેદો અને તેના મંત્રો એ ભારતીય સંસ્કૃતિનું અનન્ય અંગ છે ત્યારે ચાર વેદો પૈકીના એક યજુર્વેદનો 7 વર્ષ સુધી દ્વારકા મુકામે અભ્યાસ કરી કંઠસ્થ કરનાર યુવાન શાસ્ત્રી ઉજ્જવલ કમલેશભાઈ મહેતાનું સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ ધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ તેના દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિ દ્વારા વિવિધ શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ નિરજભાઈ ભટ્ટ તથા અગ્રણી રાજુભાઈ જોશી, જયદિપભાઈ ઠાકર, એન. એન. ભટ્ટ સાહેબ, મુકુંદરાય જોશી, નિતીનભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, બિપીનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button