WAKANER:વાંકાનેરમાં ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

WAKANER:વાંકાનેરમાં ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૦૨ મે – લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામાવિષ્ટ ૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીના દિશાનિર્દેશ અનુસાર વાંકાનેરનાં ભલગામ ગામે આવેલ ગોકુલ કંપનીનાં એકમ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મામલતદારશ્રી અને એ.ઈ.આર.ઓ દ્વારા કંપનીના કર્મચારીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ તેમની મતદાનની પવિત્ર ફરજને યાદ કરાવીને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત, આગામી ચૂંટણીમાં તા.૭ મેના રોજ અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં યુનિટનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.








