અરવલ્લી : નામદાર ભિલોડા કોર્ટે પોલીસ કર્મી પ્રશાંત પટેલ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવા હુકમ કર્યો.
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નામદાર ભિલોડા કોર્ટે પોલીસ કર્મી પ્રશાંત પટેલ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવા હુકમ કર્યો.
અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 ફરજ બજાવતા પોલીસ કર્મી પ્રશાંત પટેલ વિરુદ્ધ શામળાજી રોડ ઉપર આવતા જતા રાહદારીઓ અને ધંધાર્થી ઓ ને કોઈ પણ કારણ વગર રોકી હેરાન પરેશાન કરી પૈસાની માગણી કરી પૈસા લેતા હોવા નો, મોબાઈલ ફોન ઘ્વારા વિડીયો ઉતારતા જોઈ જતા,ઉશ્કેરાઈ જઈ મોબાઈલ ફોન ઝુટવી બિભત્સ ગાળો બોલી ફોનમાં ઉતારેલ વિડીયો ડીલીટ કરી દઈ, મારમારી ફોન પાછો મળશે નહિ તેમ કહેતા,યેનકેન પ્રકારે આરોપી પાસેથી ફોન પરત મેળવેલ અને આરોપી નં. ૧ નાઓ વિરૂધ્ધ ડી.એસ.પી કચેરી મોડાસા ખાતે લેખિત ફરીયાદ કરેલ હતી,જે ફરીયાદ બાબતે પી.આઈ એસ.એન પટેલ ના ઓ પ્રશાંત પટેલનું ઉપરાણુ લઈ સદરહુ ફરીયાદ પાછી ખેચાવા, મોડાસા ટોલનાકા પાસે તેઓ તથા તેઓનો દિકરો માનસિંહ ઉર્ફે હિમાશું દાબેલી ખાતા હતા. તે વખતે પી.આઈ. (મોડાસા રૂલર) એસ.એન. પટેલ નાઓ પાસે આવી પ્રશાંત પટેલની વિરૂધ્ધ,ઉપરી અધિકારી ઓ સમક્ષ કેમ ફરીયાદ કરે છે તેમ કહી, ફેટ પકડી, બિભત્સ ગાળો બોલી, લાફા મારી તેમજ તેઓના દિકરાને કોઈ પણ પ્રકારનો વાંક ગુના વગર મોડાસા પો.સ્ટે. લઈ જઈ બે કલાક સુધી ગોંધી રાખેલ અને જણાવેલ કે પ્રશાંત પટેલ વિરૂધ્ધ કરેલ ફરીયાદ પાછી ખેંચી લેવાની શરતે જવા દઉ છુ,તેમજ જો તુ ફીરયાદ પાછી નહી ખેંચે તો તારા પરીવારજનો ને દારૂ,અફીણ, ચરસ, ગાંજો કે અન્ય કોઈ મોટા કેસમાં ભરાવી દેવાની અને હવે પછી તારા પરીવારનું એન્કાઉન્ટર કરાવી નાખીશ તેવી ધમકી આપવાના આક્ષેપ બાબતની,ફરિયાદ કરવા છતાં,ફરિયાદી ને ન્યાય ન મળતા, હાઈ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી,હાઈ કોર્ટએ ભિલોડા કોર્ટમાં કેસની તપાસ કરવાનો હુકમ કરતા, ભિલોડા કોર્ટમાં અરવલ્લી જિલ્લાના જાણીતા અને સિનિયર એડવોકેટ જી,એમ પટેલ દ્વારા નામદાર ભિલોડા કોર્ટ સમક્ષ પોલીસ કર્મી પ્રશાંત પટેલ વિરુદ્ધ ફરીયાદી તરફે,સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ કરી સર્વોચ્ચ અદાલતના લેન્ડમાર્ક જજમેન્ટ રજૂ કરતા સદર બાબતે સી.આર.પી.સી.ની કલમ-156/3 મુજબ નામદાર ભિલોડા કોર્ટ માં ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા આ કામના આરોપી વિરુધ્ધ 504,323 મુજબ નો ગુનો બનતો હોઈ જેથી ફરિયાદ રજીસ્ટર કરવા મહત્વનો હુકમ કરેલ છે.