NATIONAL

ભાજપ નબળો પડે ત્યારે દેશમાં રમખાણો ભડકાવે છે : મલ્લિકાર્જુન ખડગે

રામનવમી પર હિંસા અને રમખાણોનો રાજકીય વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે જ્યારે ભાજપને ખબર પડે છે કે તે નબળો પડી રહ્યો છે ત્યારે તે રમખાણો ભડકાવે છે અને લોકોનું ધ્રુવીકરણ કરે છે. તેમણે કહ્યું કે આ ભાજપનું કાયમનું કૃત્ય છે.

આ પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતે પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બંગાળમાં થઈ રહેલી ભાજપ દ્વારા આયોજનબદ્ધ રીતે પ્રાયોજિત છે.  જ્યાં પણ ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપને તેનાથી નુકસાનનો ડર છે અથવા જ્યાં ભાજપની સરકાર નબળી પડી છે ત્યાં તોફાનો કરાવાય છે.

બિહાર હિંસા અંગે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજીત શર્માએ અગાઉ કહ્યું હતું કે બિહારમાં હાલના દિવસોમાં જે કંઈ થઈ રહ્યું છે તે આપણને 1989ના રમખાણોની યાદ અપાવે છે. એ રમખાણોમાં ન જાણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા જેમને આજ સુધી ન્યાય નથી મળ્યો અને ભાજપ ફરી એકવાર બિહારમાં આવા જ રમખાણો કરાવવાની યોજના બનાવી રહ્યો છે. તેમણે પણ આ રમખાણોને  2024 અને 2025માં યોજાનારી ચૂંટણી સાથે જોડીને ટિપ્પણીઓ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button