વાંકાનેર નર્સરી ચોકડી પાસે દારૂનો જથ્થો ભરેલી છકડો રીક્ષા પલટી મારી ગઈ
વાંકાનેરની નર્સરી ચોકડી પાસે નંબર પ્લેટ વગરની એક છકડો રીક્ષા પુરપાટ વેગે પસાર થઈ રહી હતી. એ સમયે સર્વિસ રોડના ડિવાઈડર ઉપર રીક્ષા રફતારની ગતિમાં પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે છકડો રિક્ષા ચાલક ફરાર થયો હતો. સ્થાનિકો દ્વારા આ મામલે વાંકાનેર સીટી પોલીસની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી છકડો રીક્ષાની તલાશી લેતા તેમાંથી રૂપિયા ૩ હજારની કિંમતનો ૧૫૦ લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા ૩૦ હજારની કિંમતની છકડો રિક્ષા અને દારૂ સહિત કુલ રૂપિયા ૩૩૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આરોપીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]








