નવસારી સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે નીમાયેલા માઇક્રો ઓબ્ઝર્વરોની તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૫ નવસારી સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમ્યાન સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અર્થે સરકારી અધિકારીઓને વિધાનસભા વાઇઝ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવતા તેઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતની તાલીમ નવસારી કૃષિ યુનીવર્સીટીના સેન્ટ્રલ એક્ષામ્નિશેન હોલ ખાતે રાખવામાં આવેલ હતી. જેમાં ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી શ્રીમતી બી.બી. કાવેરીએ (IAS) માઇક્રો ઓબ્ઝર્વરોને ચૂંટણીની કામગીરી અને જવાબદારીઓ બાબતે સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
નિમણુક પામેલા માઇક્રો ઓબ્ઝર્વરોને ડિસ્ટ્રીકટ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકા પટેલ દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.