KHERGAMNAVSARI

ખેરગામ બજાર વિસ્તારનું મળ-મૂત્રવાળું ગંદુ પાણીની નિકાલની સમસ્યા યથાવત.

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ: ખેરગામ નગરના લોકોને લાભ આપવા માટે ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું ને જેમને લાભ મળવાનો છે તેમના ચહેરા પર ચમક પણ જોવા મળી રહી છે, પરંતુ દાદરી અને બાવળી ફળિયામાં રેહતા લોકોને ધ્યાને લીધા વિના જ તંત્રએ કોતરડામાં ગટરનું કનેક્શન આપી દેવાનો મુર્ખામીભર્યો નિર્ણય લીધો છે. દાદરી અને બાવળી ફળિયાના લોકોએ હવે તંત્ર સામે ગ્રામસભામાં ઠરાવ કરવા સાથે લડત આપવાનું મન બનાવી લીધું છે.
ગટર તો નાંખી દેવાશે પણ તેનું મળ-મૂત્રવાળું ગંદું પાણી વોર્ડ નં.3 અને વોર્ડ નં.13 માંથી પસાર થતાં કોતરડામાં ખુલ્લામાં ઠાલવવામાં આવશે. ઢંગઘડા વિનાના આયોજનને કારણે વોર્ડ નં.3 અને વોર્ડ નં.13ના રહીશોએ આ બાબતે તાજેતરમાં જ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.અને હવે જ્યાં ગટરની ગંદકી ઠલવાવાની છે ત્યાં અગાઉથી જ મુસ્લિમોની કબ્રસ્તાનના પાછળના ભાગે વરસાદની આડમાં નીક વાટે ચેકડેમાં ગંદું પાણી નિકાલ કરી દેવાયાની પોલ ખૂલી છે.
ખેરગામ નગર 16 વોર્ડ અને 20 હજારની વસતી ધરાવે છે. જ્યાં સૌથી મોટી માથાના દુખાવારૂપ સમસ્યા હોય તો તે ગટરની છે. સ્થાનિકોએ આ બાબતે અનેકવાર રજૂઆત પણ કરી હતી. પરંતુ હવે ખાતમુહૂર્ત બાદ જ્યારે આ યોજના શરૂ થવાની છે ત્યારે તેમાં પણ વહાલાદવલાની નીતિ અપનાવાતી હોય એમ બજાર વિસ્તારમાં શ્રીજી હોટલથી લઈ માંગણવાડ સુધીના વિસ્તારને જ આવરી લઈ અન્ય લોકોને ગટર યોજનાની લોલીપોપ પકડાવી દેવાયાની બૂમ ઊઠી છે. અગાઉ સ્થાનિક અગ્રણીઓએ ઉપર સુધી રજૂઆત કરતાં અદાજીત 20 કરોડ થી પણ વધુની યોજના શરૂ કરવા માટે પ્લાનિંગ થઈ ચૂક્યું હતું, પરંતુ કાગળ પર જ આ વાત રહી ગઈ હતી. જો કે, આભાસી ચિત્ર બતાવી હવે આ યોજના મુઠ્ઠીભર લોકો માટે બની રહી હોવાનો ગણગણાત થઈ રહ્યો છે. હાલ ખેરગામ બજાર વિસ્તારમાં શ્રીજી હોટલથી લઈ માંગણવાડ સુધી ગંદા પાણીના નિકાલ માટે ગટર નાંખવા તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ મંજૂર થઈ છે. અને તા.૨૬/૧૨/૨૦૨૨ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અને ખોદકામ કરીને ગળનારા નાખી કામ પૂરું પણ થય ચૂક્યું છે. બજાર વિસ્તારના ગંદા પાણીની સમસ્યા હલ કરવા માટે જે કામ શરૂ કરાયું છે તે ખેરગામ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧૩માં આવેલા દાદરી ફળિયાથી લઈ વોર્ડ નં.૩ના બાવળી ફળિયાને જોડતી કોતરમાં સીધેસીધું છોડવાના આક્ષેપ સાથે બંને ફળિયાના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોતરની તપાસ કરતાં કોતરમાં અગાઉથી જ ગંદકી ઠલવાતી હોવાનું બહાર આવતાં દાદરી-બાવળી ફળિયાના લોકો ધુંઆપુંઆ જોવા મળી રહ્યા છે.બજારના પરિવારને ગટરલાઇનનો લાભ આપવા નીકળેલા તંત્રએ બે ફળિયાના લોકોને નજરઅંદાજ કરી દેતાં હવે ગ્રામસભામાં ઠરાવ કરી ઉગ્ર વિરોધ કરવાનું બંને ફળિયાના રહીશોએ મન બનાવી લીધું છે

કોતરમાં ગંદા પાણીનો નિકાલ બધ કરવા ગ્રામ સભામાં રજૂઆત કરવામાં આવશે:

આ બાબતે ખેરગામ દાદરી ફળિયામાં રહેતા રજનીકાંત ભાઇ પટેલે જણાવ્યું હતું.કે અમારા વિસ્તારમાંથી વરસાદી પાણીની કોતર પસાર થયા છે આ કોતર માં બજાર વિસ્તારનું મળ મૂત્ર વાળું ગંદુ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.જે બાબતે અમે ખેરગામ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.પરંતુ હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી 20મીએ ખેરગામ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા મળવાની છે જેમાં વોર્ડ 3 અને વોર્ડ 13માં રેહતા લોકો સાથે વરસાદી પાણીના કોતર માં મળ મૂત્ર વાળું ગંદુ પાણીનો નિકાલ બધ કરવાની રજૂઆત કરીશું

[wptube id="1252022"]
Back to top button