નવસારીમા ઘર કંકાસમાં સુખી સંસારનો માળો વિખેરાયો,4 વર્ષીય પુત્રને ફેંક્યા બાદ પિતા પણ મોંતની છલાંગ લગાવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં રહેતા પતિ-પત્નીના ઝઘડામાં પ્રથમ ચાર વર્ષીય બાળકનું ભોગ લેવાયા બાદ પિતા પણ મોંતની છલાંગ લગાવી મોંત ને ભેટતા સુખી સંસારનો માળો વિખેરાયો છે. પિતા રાકેશ ગોસ્વામીએ ઘર કંકાસથી કંટાળી પોતાના પુત્ર દ્વિજ ગોસ્વામીને 7માં માળે થી નીચે ફેંકતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. પતિ પત્નીમાં ઘર કંકાસમાં અલગ અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે બાળકના લઈને ઝઘડો થતાં પતિએ બાળકને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકને લઈ જતા પતિને પત્નીએ રોકતા સરકારી વસાહતની બિલ્ડીંગ પર ચડી જઈ ગુસ્સેમાં આવેલા પિતા રાકેશ ગોસ્વામીએ બાળકને નીચે ફેંકી દીધા પછી પોતે પણ મોંત ની છલાંગ લગાવી મોંત ને વ્હાલ કરતા નવસારી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસ પુરજોશમાં તપાસ આરંભી હતી પરંતુ નિષ્ઠુર બાપે પોતાના પુત્રને સાતમાં માળેથી ફેંકી મોંત નિપજાવનાર આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.



