
ઉપસળ શાળાના 75 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓની કૃતિઓએ રંગ જમાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ -વાંસદા
વાંસદા તાલુકાના ઉપસળ ગામની પ્રા શાળાના 75માં સ્થાપના દિનની ઉજવણી તથા વાર્ષિક મહોત્સવ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે સ્નેહ મિલન તથા રંગારંગ સાંસ્કૃતિકો કાર્યક્રમો યોજાયા હતા. આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય મહેમાન તરીકે ડો.આશિષભાઈ બી પટેલ, ડો વર્ષા પટેલ,કિરણ ભાઈ આર પટેલ,રવિન્દ્ર ભાઈ, બિપીન ભાઈ જે ગામના સરપંચ શ્રીમતી સુરેખા બેન એસ પટેલ સમારંભના પ્રમુખશ્રી ડો.રાજેશભાઈ એ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં
શાળાના બાળકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી આશરે 15 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની આંતરિક શક્તિઓને બહાર કાઢી હતી. શિક્ષણની સાથે બાળકોએ આધુનિક ટેક્નોલોજીનો સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોના નવા પ્રયાસને સહુએ વધાવી લીધો હતો.
શાળાના દાતાઓ ને સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ YouTube ચેનલ ઉપર કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં ભૂતપૂર્વવિદ્યાર્થીઓ સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું