NAVSARI

નવસારી: ગ્રામ વિકાસ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે તાલુકા કક્ષાના વર્કશોપનો પ્રારંભ ૧૩ મીએ થશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગનવસારી જિલ્લામાં ગ્રામવિકાસ વિભાગની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ તથા પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકો મહત્તમ સિધ્ધ કરવાના હેતુસર તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે નવસારી તાલુકાકક્ષાનો વર્કશોપ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો .ગ્રામ વિકાસ એજન્સીમાં કાર્યરત મનરેગા, સ્વચ્છ ભારત મિશન (ગ્રા), મિશન મંગલમ અને પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રા)ના તાલુકાક્ક્ષાના કર્મચારી હાજર રહ્યા હતા. તેઓને યોજનાકીય અમલીકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નવસારી તાલુકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તાલીમ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા માટે તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, ગણદેવી તાલુકા માટે તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ ધના ભાવસાર કુમારશાળા હોલ ખાતે , ખેરગામ તાલુકા માટે તા.૨૧/૦૧/૨૦૨૩ના રોજ તાલુકા સેવા સદન ખેરગામ ખાતે, ચીખલી તાલુકા માટે તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ ચીખલી ગ્રામ પંચાયત કચેરી હોલ ખાતે અને વાંસદા તાલુકા માટે તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ કુંકણા સમાજ હોલ, વાંસદા ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના તાલીમ માટે વર્કશોપ રાખવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button