MORBI:મોરબી 2 સામા કાંઠે સો ઓરડી વિસ્તારમાં ગંદકીનું સમ્રાજ્ય ખડકાયુ!!

મોરબી 2 સામા કાંઠે સો ઓરડી વિસ્તારમાં ગંદકીનો સમ્રાજ્ય ખડકાયુ

મોરબી મા દુઃખદ ઝુલતાપુલ દુર્ઘટના ને એક વર્ષથી વધુ નો સમય ચૂક્યો છે જેથી નગરપાલિકાને સુપર સીડ કરવાથી સરકારી બાબુ ઓ પાસે હવાલો રહ્યો છે ત્યારે પેલેસ ચાલી આતી એની જેમ સરકારી બાબુઓ જિલ્લા કક્ષા ની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયા હોય તેમ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી કચરાના ગંજ સહિત ગટરના વરસાદના પાણી ઘરોમાં ઘૂસવા એ સામાન્ય રહ્યું છે છતાં નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી એવા સમયે ગેરંટી ટ્રેડ માર્ક ભાજપનો ગઢ મોરબી જિલ્લામાં સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા સિવાય કશું કરતી ના હોય તેમ નેતાઓની નિષ્ક્રિયતા સામે આવી છે મોરબી 2 સામા કાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડી ના સ્થાનિક લોકો પર ગંદકી કચરાના ગંજ થી રોગચાળાનો ગંભીર ભય સતત રહ્યો છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ના હોય તેમ પરિસ્થિતિ ગંદકીના સમ્રાજ્યમાં છવાયેલી જોવા મળી છે જે ગંદકીના કારણે 33 કરોડ દેવી-દેવતાઓ નો વસવાટ એવા ગૌ માતા આ કચરા માં આટા ફેરા કરી ગંદુ વેસ્ટ જોખમી પ્લાસ્ટિક આરોગી રહ્યા છે જે હિન્દુ ચિંતક નેતાઓ માટે લાલબત્તી સમાન છે તે હિન્દુ સમાજ ચિંતકોએ ભૂલવું ન જોઈએ





