વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, દ્વારા સંચાલિત તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કલા મહાકુંભ કાર્યક્રમ તા.૧૬/૦૨/૨૦૨૩ અને તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઇંટાળવા, ગણદેવી રોડ, નવસારી ખાતે યોજાનાર છે. જેમાં તા. ૧૬ મીના રોજ લોકનૃત્ય, શાસ્ત્રીય કંઠય, લગ્નગીત તથા તા.૧૭ મીના રોજ ઓડીસી, સિતાર, કાવ્યલેખન, નિબંધ જેવી કૃતિઓ રજૂ થશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી નવસારી દ્વારા જણાવાયું છે.
[wptube id="1252022"]



