NAVSARI

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”દરમિયાન સખીમંડળોની બહેનોએ રંગોળી તથા કળશયાત્રા દ્વારા રથનું સ્વાગત કર્યુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નવસારી, તાલુકાના સુપા અને  પેરા ગામે જલાલપોર તાલુકાના ખરસાડ, કનેરા ગામે, ગણદેવી તાલુકાના પાથરી અને અજરાઇ ગામે,  ચીખલી તાલુકાના હોન્ડ અને બલવાડા ગામે તથા  ખેરગામ તાલુકાના ડેબરપાડા અને બહેજ ગામમાં રથ આવી પહોંચતા સખીમંડળની બહેનો દ્વારા રંગોળી તથા કળશયાત્રા દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.સખીમંડળની બહેનો કે જેઓ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિ કરી આજીવિકા સાથે જોડાયેલ  ૧૦ સખીમંડળ સ્વસહાય જુથને રકમ રૂ।.૨૨ લાખની કેશક્રેડીટ લોન આપવામાં આવેલી છે.  પ્રધાન મંત્રી સુરક્ષા વિમા યોજના અંતર્ગત જે સખીમંડળની બહેનો આ વિમાના લાભથી વંચિત રહી ગયેલી તેવા બહેનોને પણ આવરી લેવામાં આવી છે. જેમાં ૧૦ ગામની કુલ- ૧૫૪ બહેનોના આજ રોજ વિમા કરાવવામાં આવ્યાં છે. તેમજ કાર્યક્રમમાં આજીવિકા થકી સફળતા મેળવી હોય તેવી સફળ મહિલાનું સન્માન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન સફળતા મેળવેલી બહેન દ્વારા “મેરી કહાની મેરી ઝુબાની” થકી સાફલ્યગાથા પણ રજુ કરવામાં આવી હતી.  તેમજ સખીમંડળની બહેનો દ્વારા દરેક ગામમાં “ ધરતી કહે પુકાર કે” જેવા નાટક તથા સ્વચ્છતા ગરબા થકી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃત્તા લાવવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. આ તમામ કામગીરી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન/ મિશન મંગલમ યોજના થકી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button