
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
જિલ્લા રોજગાર કચેરી દ્વારા રામજીમંદિર હોલ, દુધિયા તળાવ, નવસારી ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર ભરતીમેળામાં નવસારી જિલ્લાના વિવિધ શૈક્ષણિક લાયકત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવાર યુવક-યુવતીઓ ઉપસ્થિત રહયાં હતાં. નવસારી તેમજ અન્ય જિલ્લાના કુલ ૨૧ જેટલા એકમો દ્વારા ખાલી જગ્યાઓ નોંધાયેલી હતી. જેમાં ધોરણ -૧૨ પાસ, ITI, ડિપ્લોમાં, સ્નાતક, MCA, B.E. ને લગતી જગ્યાઓ હતી.
આ યોજાયેલા ભરતીમેળામાં ૨૮૪ રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોજગાર વિભાગના નાયબ નિયામકશ્રી એન.આર.દવે, રોજગાર અધિકારી શ્રી મિનાક્ષીબેન ચૌહાણ, મદદનીશ શ્રમ આયુકત અધિકારીશ્રી સવાણી ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ રોજગાર કચેરીના મિત્તલબેન ચૌધરીએ કર્યુ હતું.
[wptube id="1252022"]



