દીકરીના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવતા કોમી એકતાનું ઉદાહરણ પુરું
પાડયું હતું.
ભારત સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મુકાઈ છે. ગરીબ દીકરીઓ માટે આ યોજના સારી હોય આ કાર્યક્રમોને આગળ ધપાવવા એક કાર્યક્રમ વાંસદા નગરમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઇ પટેલે કાર્યકર્તાઓને મદદગાર થવા અપીલ કરી હતી. જેના સંદર્ભમાં વાંસદાના હાજી અબ્બાસભાઈ કોન્ટ્રાકટર તરફથી 51 દીકરીના પ્રાથમિક રકમ ભરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય અનંતભાઇએ 200 દીકરીની રકમ ભરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના અમલ માટે વાંસદા પોસ્ટ ઓફિસમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજી અબ્બાસભાઈ, પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ, વનપંડિત અનુપસિંહ સોલંકી, રવુભાઈ પાનવાલા, રસિકભાઈ સુરતી હાજર રહ્યા હતા. આવકાર પ્રવચન સંદીપભાઈ તથા આભારવિધિ પોસ્ટ માસ્ટર ભરતભાઈએ કરી હતી. કાર્યક્રમનું આયોજન હનીફભાઈ સોડાવાલાએ કર્યું હતું.