
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નિયામકશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા આયોજિત શ્રી ઉનાઇ માતાજી પરિસર ઉનાઇ, વાંસદા ખાતે ઉનાઇ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ વલસાડના સાંસદ શ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, ધારાસભ્ય સર્વશ્રી જલાલપોર આર.સી.પટેલ, ગણદેવી નરેશભાઇ પટેલ, નવસારી રાકેશભાઇ પટેલ અને વાંસદાના અનંતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
ઉનાઇ મહોત્સવ કાર્યક્રમમાં ગરબા, રાસ, લોકનૃત્ય, માતાજીની આરતી, લોક સંગીત, લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા૨૩/૦૨/૨૦૨૩ અને તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ નવચંડી યજ્ઞ અને માતાજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
[wptube id="1252022"]