
રાજપીપળાનાં મુખ્ય માર્ગ ઉપર આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે પોલીસની લાલ આંખ
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેરનાં સાંકડા માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરી રહી હોય અમુક દિવસે ટ્રાફિક વધતા પોલીસ મામલો સંભાળે છે જેમાં શનિવારે સવારે સફેદ ટાવર પાસે ટ્રાફિક વધતા પોલીસ દોડી આવી હતી
રાજપીપળા સફેદ ટાવર પાસે ટ્રાફિક સમસ્યા બાબતની જાણ થતાં પીએસઆઈ જે.એમ લટા સાથે પોલીસ કાફલો ટ્રાફિક સમસ્યા બાબતની સૂચના મળતા સફેદ ટાવર પાસે મુખ્ય માર્ગ ઉપર દોડી આવ્યા હતા અને આડેધડ પાર્ક કેટલા વાહનો ને હટાવવા કામગીરી કરી ટ્રાફિક હળવો કર્યો હતો,જોકે અવાર નવાર રાજપીપળાનાં મુખ્ય માર્ગો પર આવી સ્થિતિ ઊભી થાય છે જેનું મુખ્ય કારણ પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ હોવાનાં કારણે ફોર વ્હીલ ગાડીઓ ગમે ત્યાં પાર્ક કરી લોકો પોતાના કામે જતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે જોકે ટાઉન પોલીસે આ બાબતે અનેકવાર કાર્યવાહી કરી ગુના નોંધી દંડ પણ વસૂલ કર્યો છે છતાં પાર્કિંગ નાં અભાવે આમ બની રહ્યું છે.
*** ફોરવ્હીલ પાર્કિંગ નહિ હોવાથી ટ્રાફિક સમસ્યા
રાજપીપળામાં ફોરવ્હીલ પાર્ક કરવા માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા નહિ હોવાથી વાહન ચાલકો મુખ્ય માર્ગ ઉપર વાહનો પાર્ક કરવા મજબૂર છે જેથી ટ્રાફિક સમસ્યા જોવા મળે છે ત્યારે સ્ટેશન રોડ ઉપર તંત્ર દ્વાર ફોરવ્હીલ પાર્કિંગ માટે સુવિધા ઊભી કરવામાં આવે તેવી તીવ્ર માંગ ઉઠી રહી છે






