
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશ-રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન નવસારી જિલ્લામાં ૩૦મી નવેમ્બરના દિનથી કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ દિન સુધી નવસારી જિલ્લાના છ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃતતા ફેલાવી લાભાર્થીઓને ઘર આંગણે યોજનાના લાભોનું વિતરણ સતત કાર્યરત છે . સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તમામ નાગરિકો સુધી પહોંચાડી નવસારી તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અડદા ગામે હર્ષ ઉલ્લાશ સાથે આવી પહોંચેલી હતી.
નવસારી તાલુકાના અડદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહાનુંભાવો સહિત ગ્રામજનો દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, , આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામા આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ રજુ કરી હતી.
ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. શાળાના બાળકોએ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, ધરતી કહે પુકાર કે થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમનાં અંતે ઉપસ્થત સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. હેલ્થ કેમ્પ સહિત વિવિધ વિભાગોના યોજનાકિય માહિતીસભર સ્ટોલો લગાવવામાં આવ્યા હતા.સૌ ગ્રામજનોએ હેલ્થ ચેકપ તેમજ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. આ પ્રસંગે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, મામલતદારશ્રી,સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



