NAVSARI

Navsari: જલાલપોર તાલુકાના પરસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ:

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારીના જલાલપોર તાલુકાના પરસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

જલાલપોર તાલુકાના પરસોલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી તથા લાભ આપવામાં  આવ્યા હતા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી.

ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.

ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યશ્રીએ આરોગ્ય કેમ્પમાં ટીબી, સિકલસેલ, બી.પી. અને ડાયાબિટીસની તપાસ અંગે ગામના મહત્તમ લોકો લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.

આ પ્રસંગે પરસોલી ગામે આરોગ્ય અધિકારીશ્રી મયંકભાઈ ચોધરી , નાયબ મામલતદારશ્રી તૃષિતભાઈ જોષી , મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ પટેલ , ગામના સરપંચશ્રી , આંગણવાડી વર્કર,તેડાગર, અને અન્ય વિભાગ ના કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button