NAVSARI

નવસારી: વાંસદા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ભીનાર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો. રંગુનવાલાના માર્ગદર્શન હેઠળ  તથા તાલુકા હેલ્થ ઓફિસર વાંસદાનાં ડો. પ્રમોદભાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વાહક જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વ મેલેરિયા દિવસ-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં ભીનારના ખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ સાયન્સ નર્સિંગના  તાલીમાર્થીઓ તથા  ભીનાર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ તથા દુબળ ફળિયા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી મેલેરિયા નાબુદી માટે ગ્રામપંચાયતો દ્વારા તમામ પ્રકારના સાથ સહકારની ખાત્રી આપી હતી.
શિબિરમાં તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડો. પ્રમોદભાઈએ  જાહેર આરોગ્ય અને સ્વચ્છતા તથા રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા હેલ્થ કચેરીના સુપરવાઈઝર  કમલેશભાઈ પટેલ અને તાલુકા હેલ્થ વીઝીટર શ્રીમતિ ધનુબેન પટેલે તાલુકાની આરોગ્ય સેવાઓની આંકડાકીય માહિતી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો.કિંજલ મેડમે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો,ગામ આગેવાનો,પી.એચ.સી. સ્ટાફ, આશાબેનો તથા શ્રીજી નર્સિંગ સ્કુલની તાલીમાર્થીઓનું અભિવાદન કર્યું હતું. અને સરકારશ્રીના  સને ૨૦૨૭મા મેલેરિયા નાબુદીનાં લક્ષ્યને હાંસલ કરવા  સમગ્ર સ્ટાફ વતી  પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.
અંતમાં મેલેરિયા નાબુદી અંગે જન જાગૃતિ લાવવાના હેતુથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પી. એચ. સી. સુપરવાઈઝર રાજેશસિંહ પરમાર ,કૃણાલભાઈ, હિતેશભાઈ પટેલ, પ્રમોદભાઈ સહિત સમગ્ર  ભીનાર પી.એચ. સી. સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button