NAVSARI

નવસારી: ભારતીય સૈન્યમાં અગ્નીવીર યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ભરતી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીભરતીમાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૫મી માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

———-
ભારતીય સૈન્યમાં આર્મી રિક્રુટીંગ ઓફિસ-અમદાવાદ દ્વારા ગુજરાત રાજયના ઉમેદવારો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં તા. ૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ અને મહિલા ઉમેદવારો કે જેઓ ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ કર્યું હોય તેવા ઉમેદવારો માટે ભરતીની પ્રથમ તબક્કાની ઓનલાઇન લેખિત પરીક્ષા આગામી તા.૧૭ એપ્રિલ-૨૦૨૩થી યોજવામાં આવનાર છે.
આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક નવસારી જિલ્લાના ઉમેદાવારો તા.૧૫ માર્ચ ૨૦૨૩ સુધી www.joinindianarrny.nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીની વધુ માહિતી ઉમેદવારો www.joinindianarmy.nic.in લીંક પર તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજો માળ, જુનાથાણા, નવસારીનો રૂબરૂ સંપર્ક અથવા જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નંબર- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button