JALALPORENAVSARI

નવસારી: નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જલાલપોર તાલુકામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિતે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જલાલપોર તાલુકામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . વસુદેવ કુટુંબકમ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યકમમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા મંડળ, સરદાર પટેલ વિદ્યાભવન, નીલકંઠ હાઈસ્કૂલ અને નવચેતન વિદ્યાલય ના યુવાઓએ ભાગ લીધો હતો. યુવાઓને યોગ  અને  યોગ પ્રોટોકોલ ના વિશે  સમજાવવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિનના કાર્યક્રમમાં  જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા, રોજગાર અધિકારી શ્રીમતી મીનાક્ષીબેન ચૌહાણ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર શ્રીમતી ગાયત્રીબેન તલાટી હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન શ્રીમતી વર્ષા રોઘાના  માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નિમેષ ગડ્ડમ, જીનલ કાનાણી અને ધ્રુવી ભરડા દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button