
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક કાર્યક્રમ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી વિજલપોર ખાતે સેવાસેતુ કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો બીજો કાર્યક્રમ નગરપાલિકા હાઇસ્કૂલ શાંતાદેવી રોડ ખાતે આયોજિત કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ,નગરપાલિકાના પ્રમુખ મિલનબેન દેસાઇ, ઉપપ્રમુખ સુનિલભાઈ પાટિલ, જિલ્લા મહામંત્રી જિગ્નેશભાઈ નાયક, નવસારી વિજલપોર શહેર ભાજપના ઉપપ્રમુખ મુકેશભાઈ કાનગુડે, મહામંત્રી અનિલભાઈ સંઘવી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, શહેર મામલતદાર કચેરીના અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવા સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ કડવા પાટીદાર વાડી ખાતે આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૧૯ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અંદાજિત ૧૭૭૮ લોકો તેમજ નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે અંદાજિત ૧૧૨૪ લોકો ઉપસ્થિત રહ્યા હતા.



