NAVSARI

નવસારી નગરપાલિકાએ કૂતરાઓની નસબંધી પાછળ 9.60 લાખ ખર્ચશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

ગુજરાતભરમાં કુતરાઓ કરડવાના બનાવો ખુબજ વધ્યા છે. હાલમાં નવસારીમાં પણ એવા બનાવો સામે આવતા નવસારી નગરપાલિકા દ્વારા કૂતરાઓની નસબંધી કરવાનો નિર્ણય લેવાયો છે. સંસ્કારી નગરી નવસારીમાં ગણા દિવસોથી કુતરાઓ કરડવાની ઘટનાઓ સામે આવતા સિટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવશ્યક ચીજ વસ્તુઓ લેવા ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. છેલ્લા 15 દિવસ દરમિયાન લુન્સીકૂઈ વિસ્તારમાં રહેતા 5 લોકોને કૂતરુ કરડ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ બે દિવસ અગાઉ જ જમાલપોર વિસ્તારનાં ગોવિંદ નગરમાં એક બાળકના મોઢા ઉપર કરડતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યો હતો. છેલ્લા 15 દિવસોથી કૂતરાઓ હિંસક બની લોકોને કરડવાના બનાવ વધતાં હોસ્પિટલમાં ડોગ બાઈટના ઇન્જેક્શન મુકાવનારાની સંખ્યા પણ વધી છે. કૂતરા કરડવાના બનાવ વધતાં પાલિકા ઉપર પગલાં લેવાનુ દબાણ વધ્યું છે. હવે નગતપાલિકા દ્વારા શેરીના રખડતા કૂતરાઓની નસબંધી કરી વેક્સિનેશન કરાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં અંદાજીત 9. 60 લાખ રૂપિયાનો ખર્ચ થશેનો અંદાજ કરી ટેન્ડર મંગાવાની પ્રક્રિયા હાથ ધરી છે.

તસ્વીર – પ્રતીકાત્મક

[wptube id="1252022"]
Back to top button