NAVSARI

નવસારી: ભારતીય હવાઇદળમાં અગ્નીવીર તરીકે જોડાવા માટે અમૂલ્ય તક તા.૩૧ મી માર્ચ સુધી અરજી કરી શકાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

ભારતીય હવાઇદળ (ઇન્ડિયન એરફોર્સ)માં અગ્નીવીર તરીકે જોડાઇને ઉજજવળ કારિકર્દી ઘડવા ઇચ્છતા અવિવાહિત, શારીરિક સશકત પુરુષ/મહિલા ઉમેદવારો એરફોર્સની વિવિધ કેડરની ભરતી માટે આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.આ માટે ઉમેદવારની લાયકાત ઓછામાં ઓછુ ધોરણ-૧૨ પાસ તેમજ તા.૨૬/૧૨/૨૦૦૨ થી તા.૨૬/૦૬/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ/મહિલા ઉમેદવારો અરજી કરી શકે. આ વિશે વધુ માહિતી માટે https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં પૂરેપૂરી વિગતો ભરવાની રહેશે. આ માટે પરીક્ષા ફી રૂા.૨૫૦/- રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજોમાળ, જુનાથાણા, નવસારી ખાતે રૂબરૂ તથા હેલ્પલાઇન નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.

તસ્વીર – પ્રતિકાત્મક

[wptube id="1252022"]
Back to top button