NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: ગુરુકુલ વિદ્યામંદિર સૂપા-નવસારી સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ વર્ષ-૨૦૨૪ નું પરિણામ આજરોજ જાહેર થયું હતું. ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું.

જેમાં પ્રથમ ક્રમ નકુમ પાર્થિક દાદુભાઇ ૮૪.૮૬ ટકા સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો

દ્વિતીય ક્રમ પ્રસાદ અભિમન્યુ રામભજન ૮૦ ટકા  અને

તૃતીય ક્રમ પ્રજાપતિ રિષભકુમાર સુધીરભાઈ ૭૭.૨૯ ટકા મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.
શાળાના આચાર્યા શીતલબેન પટેલે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને વિષય શિક્ષકોને અભિનંદન આપ્યા હતા ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ તથા મુખ્યધિષ્ઠાતા આચાર્ય ચંદ્રગુપ્તજી તથા સહમુખ્યધિષ્ઠાતા સુરેશભાઇ રત્નાણીએ  વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી  હતી. શૈક્ષણિક બાબતોમાં શિક્ષણ સમિતિના સભ્યો અજીતસિંહ સૂરમા અને પંકજસિંહ ઠાકોર વિશેષ રસ દાખવી પરિણામલક્ષી આયોજન કરેલ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે થી ગુરુકુલમાં સંસ્કૃત પાઠશાળા ગુજરાત સરકાર દ્વારા શરૂ થઈ રહી છે સાથે સાથે સામાન્ય પ્રવાહના આર્ટસ વિષયો પણ ભણાવવામાં આવશે વિદ્યાર્થીઓમાં સામાન્ય પ્રવાહનો ઝોક વધી રહ્યો છે ભાવિ કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય પ્રવાહનો વિકલ્પ વિદ્યાર્થીઓ પસંદ કરી રહ્યા છે. સમગ્ર ગુરુકુલ આશ્રમમાં આનંદની લાગણી છવાઈ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button