NAVSARI

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મતદાન કર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સવારે વહેલા મતદાન આપી પવિત્ર ફરજ નિભાવવી અને સાંજે 6 વાગ્યા પહેલા મતદાન કરવાનું ચુકશો નહી.’- કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે*

નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સેન્ટ ફ્રાન્સીસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઇસ્કુલ ખાતે સવારે મતદાન કર્યું હતું.

આ સાથે તેમણે સૌ  મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા તે મતદાનનો દિવસ આવી ચુક્યો છે. નવસારી જિલ્લામાં મતદાન શરૂ થઇ ગયું છે. મે મારા મતદાન બૂથ ઉપર આવી મતદાન કર્યું છે. આપ સૌ પણ આજે સાંજે 6 વાગ્યા પહેલા મતદાન કરવાનું ચુકશો નહી.

કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વોટર આઇડી સીવાય અન્ય 12 જેટલા માન્ય પુરાવામાંથી કોઇ એક સાથે લાવી મતદાન કરી શકો છો. મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જવો નહી એમ અંતે જણાવ્યું હતું. અને લોકશાહીના પર્વમાં ભાગીદારી દાખવવા સૌને શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn reviews**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button