NAVSARI
Navsari: ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જીનીયરીંગ પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમ સરકારી પોલીટેકનીક ખાતે યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સરકારી પોલીટેકનિક કોલેજ નવસારી ખાતે ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જીનીયરીંગ પ્રવેશ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નવસારી જિલ્લામાંથી ૫૩ જેટલા ઉમેદવારો તથા તેઓના વાલીઓએ હાજરી આપી હતી. આચાર્યશ્રી શ્રી એન. એ. સાંઘાણીના વિશેષ માર્ગદર્શન હેઠળ તથા સરકારી પોયટેકનિક નવસારીની A.C.P.D.C. પ્રવેશ સમિતિના નોડલ ઓફિસર શ્રી રોહિત ત્રિપાઠી અને વેરિફિકેશન ઓફિસર શ્રી તુષાર પટેલ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]



