NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:પબ્જી ગેમની લતે ચઢેલા યુવાને માતા અને બહેનને ત્રાસ આપતા નવસારી અભયમ ટીમે મદદ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ નવસારીના નજીકના વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષિય યુવાન છેલ્લા છ વર્ષથી પબ્જી ગેમની લતે ચઢતા માનસિક સંતુલન ગુમાવી દીધુ હતું. જેથી યુવાન માતા અને બહેનની મારઝુડ કરતો હતો. જેથી માતાએ અભયમ ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી.
૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલીંગ કરતાં જાણવા મળેલ કે યુવાન દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામા નાપાસ થયા બાદ મોબાઈલમાં પબ્જી ગેમ્સ રમવાની ટેવ પડી ગઇ હતી. જે છેલ્લા છ વર્ષથી દિકરો રાત દિવસ ગેમ રમતો, તે કોઇની સાથે પણ વાતચીત કરતો ન હતો. તેમજ ઘરની બહાર પણ નિકળવાનું બંધ કરી રમતમાં ખોવાયેલ રહેતો હતો. તેને જમવાનું પણ યાદ રહેતુ નથી. યુવાન બે થી ત્રણ દિવસમાં એકાદ વાર જમતો અને તેની માતા જમવાનું કહેતા તો પણ તેની સાથે મારપીટ કરતો હતો. માતા મજુરી કામ કરતા હોવાથી રિચાર્જ ના પૈસા ના હોય તો પણ યુવકને રિચાર્જ કરાવી આપવું પડતું હતું અને નહિ કરી આપે તો મારપીટ કરતો અને ઘરમાંથી બહાર કાઢી મુકતો હતો.
આમ સતત છ વર્ષથી ગેમ રમીને માનસિક સંતુલન ગુમાવતાં યુવાને માતા અને બહેનને આઠ દિવસથી ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા અને તેઓ ગામમાં બીજાને ત્યાં રહ્યા હતા. ત્યારબાદ આઠ દિવસ બાદ માતા અને બહેન ઘરે આવતા ફરી તેને મારપીટ કરી હતી. ૧૮૧ અભયમ ટીમ મદદ માટે યુવકને ઘરે ગયા હતાં ત્યારે યુવક ઘરમાં ધારદાર છરો હાથમાં લઈને બેઠો હતો. અભયમ ટીમ ઘરમાં જઈ તેમની સાથે વાતચીત કરવાની કોશિસ કરતાં પરતું તે પોતાની નજીક આવવા દેતો ન હતો. જેથી તાત્કાલિક ૧૦૦ નંબરની મદદ લઈને યુવકના હાથમાંથી ધારદાર છરો મુકાવી તેને કાબુમાં કરવામાં આવ્યો હતો. યુવાનને માનસિક સારવારની જરૂર હોવાનુ જણાતાં ઘરનાં બીજા સભ્યો અને ગામના સરપંચશ્રીને રૂબરૂ બોલાવીને તેમના દિકરાનો ઇલાજ કરાવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. જેથી તેઓએ યુવાનને સારવાર અર્થે લઇ ગયા હતાં. યુવાનના ત્રાસથી માતા અને બહેનને બચાવી નવસારી અભયમ ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button