CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના ગામો માં થતો વિકાસના કામો માં અનેક રાવ

સબ….

રાનવેરીકલ્લા ગામ ખાતે બનેલ નવ નિર્મિત માર્ગ માં ઉપયોગ માં લેવાયલ મટીરીયલ ની તપાસ જરૂરી.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકાના ગામો માં વિકાસ ના કામો માં ગેર રીતી કે પછી વેઠ ઉતારવામાં આવી રહી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે તાલુકાના રાનવેરીકલ્લા ગામ ખાતે હાલ થોડા સમય પહેલા અને અંદાજે ૩ મહિના પહેલાં બનેલ નવ નિર્મિત માર્ગ જોવા મળે છે. જ્યારે સ્થળ પર જોતાં સ્થિતિ કઈ અલગ જ જોવા મળે છે. આ નવ નિર્મિત માર્ગ પર હાલ ગ્રીટ અને પાવડર જ્યારે નજીવી પ્રમાણ માં ડામર નો ઉપયોગ કરવામાં આવ્યો હોય એમ સ્થળ પર જોતાં પ્રતીત થઇ રહ્યું છે. જ્યારે લાખો રૂપિયા ના ખર્ચે સરકાર શ્રી દ્વારા ગામો માં વિકાસ ના કામો મંજૂર કરી લોક ઉપયોગી માટે સરકાર સતત પ્રયત્નશીલ હોય છે. જ્યારે અલગ અલગ યોજનાઓ મળી ને સરકાર વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે કરે છે. ત્યારે આવા કામો ને જોતાં એમ પ્રતીત થાય છે કે સરકાર શ્રી ના કરોડો રૂપિયા નો ખર્ચ પાણી માં જાતો જોવા મળે છે. ત્યારે આ બાબત તાલુકા વિકાસ અધિકારીશ્રી ને કોઈ જાણ નથી? જ્યારે આવા કામો ના કમ્પ્લેશન સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ પર એક સવાલ ઉદભવી રહ્યો છે. હાલ તાલુકા માં અલગ અલગ એજન્સીઓ ગ્રામ પંચાયત નાં કામો કરી રહી છે. જ્યારે આ કામો ૫ લાખ રૂપિયા ની અંદર ના હોય જેને લઈને સરકાર શ્રી ના નિયમો અનુસાર કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર અલગ અલગ કોટેશન નાં આધાર પર કામગીરી આપવામાં આવે છે. જ્યારે આ કોન્ટ્રાક્ટરો જાણે પોતાની જાગીરી સમજી ને ગ્રામ પંચાયતો વહેચી લઈ કોટેશન આધાર પર કામગીરી કરી રહ્યાં છે. ત્યારે આવી નિમ્નકક્ષાની કામગીરી માટે જવાબદાર કોણ? ત્યારે આ બાબત એ જવાબદાર તાલુકા વિકાસ અધિકારી કે એસ.ઓ કે પછી ગામ ના સરપંચો જવાબદાર? આ માર્ગ ને સ્થળ પર જોતાં કોઈ આકાર જોવા મળી રહ્યો નથી. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળેલ હતી કે આ માર્ગ મેટલ કર્યા વિના જ ડામર માર્ગ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ બાબત ગામ ના સરપંચ કે તલાટી મંત્રી ને નથી? ત્યારે તાલુકા માં બિલાડી ની ટોપ ની જેમ ફૂટી નીકળેલા કોન્ટ્રાકટરો ની તપાસ થવી જરૂરી જણાય રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી કોઈ યોગ્ય તપાસ કરાવે એ જરૂરી જણાય રહ્યું છે. ત્યારે તાલુકા ના દરેક ગ્રામ પંચાયતો ના વિકાસ ના છેલ્લા ૨ વર્ષ ની દરેક કામ ની તપાસ થવી એ જરૂરી. ત્યારે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવાશે.

બોક્સ:૧
રાનવેરીકલ્લા નાં ડુંગરી ફળિયા માં બનેલ માર્ગ બાબત સરપંચશ્રી ને પૂછતાં જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટરને અમો એ જણાવ્યું હતું કે આ માર્ગ મેટલ નથી અને આકાર પણ નથી.તો આ નવીન માર્ગ ની મજબૂતી ના રહેશે. જ્યારે અમો એ કોટેશન ની માંગણી પણ કરેલ હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ના હતો.

બોક્સ:૨
ચીખલી તાલુકામાં આ અગાઉ પણ ગામોમાં વિકાસ ના કામો માં ગેર રીતી થઈ હોય એમ નજરે પડી રહ્યું હોવાનું તારણ સામે આવ્યું હતું. જે બાબત અનેક વાર પ્રકાશિત પણ કરવામાં આવી હતી. ત્યારે તાલુકા વિકાસ અધિકારી કોઈ ચોક્કસ પગલાં લઈ યોગ્ય તપાસ કરાવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે એમ છે.

[wptube id="1252022"]
Back to top button