
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી /ડાંગ
ગુજરાતનાં આદિવાસી કોકણા, કોકણી,કુકણા,કુનબી( ડાંગ ) સમાજ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન-2023 સપ્તશૃંગી ગઢની તળેટીમાં નાંદુરી ખાતે યોજાયુ..
ગુજરાત,મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં રહેતા કુકણાઓનું મહાસંમેલન મહારાષ્ટ્રનાં નાંદુરી ખાતે 23-24 એપ્રિલે યોજાઈ ગયુ.આજનાં સમયમાં સમગ્ર આદિવાસી સમાજ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે.બંધારણે આપેલા વિશેષ અધિકાર અને હકકને અવગણવામાં આવે છે. અને 5મી અનુસૂચી તેમજ પેસા કાયદાનો અમલ કરવામાં આવતો નથી.આદિવાસી ઓળખ સમી ભાષા,બોલી ,પરંપરા ,સંસ્કૃતિ ( રૂઢીગત પરંપરાઓ )બચાવવાની તાતી જરૂરીયાત છે.જેને પરીણામે આવનારી નવી પેઢીઓમાં આધુનિક જમાનામાં પરંપરાગત સાચવવાની જવાબદારી નવયુવાનોને જાળવવા હાંકલ કરવામાં આવેલ,આદિવાસીઓનું વિસ્થાપન એક મોટી સમસ્યાઓ છે.જેને પરીણામે વિસ્તારમાં બેરોજગારી અને જમીનનું હસ્તાક્ષરણ રોકવા અને જંગલને બચાવવા માટે , ધાર્મિક ઉત્સવો સામાજીક લેવલે ઘુસણખોરી , આદિવાસી બનવા થનગની રહેલા બોગસ આદિવાસીઓ જેઓ લાખોની સંખ્યામાં ખરા આદિવાસીઓની અનામતની નોકરીની જગ્યાઓ , મેડીકલ અભ્યાસની જગ્યાઓ હડપ કરી રહયા છે.તેના પર રોક લગાવવા , વિચાર કરવા અને ભવિષ્યની રણનીતી,લડત,આંદોલન, જનજાગૃતિ માટે આ રાષ્ટ્રીય મહાસંમેલનના રૂપે ( મેળાવડા )નું પ્રથમ વખત આયોજન થયુ હતુ.અહી વૈચારીક અને સાંસ્કૃતિક આદાન – પ્રદાન સાથે કોકણા , કોકણી , કુકણા , કુનબી ( ડાંગ ) સમાજની ઓળખ સમા લોકનૃત્યો , લોકવાદ્યો તેમજ લપ્ત થતી સંસ્કૃતિની કલાઓને પણ આ કાર્યક્રમમાં સામેલ કરાયા હતા.અહી જન – જાગૃતિના ભાગરૂપે રેલીના માધ્યમ દ્વારા શરૂઆત કરી દેવી દેવતાઓની હાજરીમાં વાદ્યો સાથે પ્રકૃતિના સાનિધ્યમા પૂજા કરી કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર સતત વિચારમંથન , પ્રવચન અને તેની સાથે તેને અનુરૂપ સંસ્કૃતિઓની નૃત્ય સાથે કલા પ્રદર્શિત કરવામાં આવેલ જે કાર્યક્રમ અવિરતપણે ચાલુ રાખી રાતના ( દોઢ ) વાગ્યે ગુજરાત , મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાંથી મોટી સંખ્યામાં પધારેલ સમાજના ભાઈઓ – બહેનોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવેલ હતો.આ મહારાષ્ટ્રીય સંમેલનમાં આદિવાસી કોકણા , કોકણી , કુકણા , કુનબી ( ડાંગ ) સમાજનાં રાજકીય આગેવાનો કેન્દ્રીય રાજય આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર , ગુજરાતનાં ધારાસભ્યોમાં જીતુભાઈ ચૌધરી ( કપરાડા ),મોહનભાઈ કોકણી ( તાપી ) ,ડાંગના ધારાસભ્ય વિજયભાઈ ભોયે ( દંડક- વિધાનસભા ,ગુજરાત રાજય ) , મહારાષ્ટ્રનાં સાક્રીનાં ધારાસભ્યમાં મંજુલાતાઈ ગાવિત તેમજ વિક્રમગઢના ધારાસભ્ય સુનિલભાઈ ભુસારા , માજી ધારાસભ્યો અને બાપ હરી ચૌરે ( પૂર્વ સાંસદ ) સમાજના જનપ્રતિનિધિઓ હાજર રહી સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.વૈચારીક મનનિય પ્રવચનોમાં ડો.પદમાકર સહારે,બાબુભાઈ ગાંગોડા, જયંતિભાઈ પવાર,વિજય મહાલે , સુમનભાઈ ગાંવિત, એડ.દત્તુ પાડવી, ભગવાનભાઈ ભસારા , ડો.પ્રતિભા ચૌરે ( દેશમુખ ),ભાવનાબેન ઠાકરે, દિનેશભાઈ ખાંડવી , ગમજુભાઈ ચૌધરી અને બીજા ગણમાન્ય મહાનુભાવોએ પેસા એકટ ,5 મી અનુસૂચી કુકણા ઈતિહાસ અને સંસ્કૃતિ , યુવા જાગૃતિ અને નોકરી અને ધર્મોમાં બહારી ઘુસણખોરી ઉપર પ્રવચનો આપ્યા હતા.વધુમાં ડાહયાભાઈ વાઢુ ( સાહિત્યકાર ) એ સમાજના યુથનો અને લેખકો કુકણા ભાષાની મૌખિક પરંપરાની કથાઓ ઉપરાંત નવસર્જીત સાહિત્ય – કવિતા અને સમાજના પ્રશ્નો , સમસ્યાઓ માટે એક ‘ ડીજીટલ મેગેઝીન ‘ શરૂ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો . આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ગુજરાત , મહારાષ્ટ્ર અને દાદરાનગરહવેલી વિસ્તારમાં કુકણાઓ રાજયના ખૂણે ખૂણેથી આવીને મોટી સંખ્યામાં હાજર રહયા હતા.અહી બીજી વિશેષતા એ હતી કે કાર્યક્રમ સવારના 10:00 ( દશ ) વાગ્યાથી લઈ રાતના 1:30( દોઢ ) વાગ્યા સુધી સમાજના વૈચારીક અને સાંસ્કૃતિક એકતા રાષ્ટ્રીય મહાસંમેલનમાં રજુ થયેલ સમસ્યા અને ઉકેલના મનોમંથન અને ચિંતનની એક ‘ સાંસ્કૃતિક સ્વરૂપે ના રહે અને તે સમસ્યાનું વૈચારિક એકતા સ્વરૂપે રહે ‘ જે રજુઆતો લોકો સુધી આ માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવેલ તેમજ સાહિત્ય અને કલા માટે વિવિધ પ્રકારના સ્ટોલમાં પ્રદર્શન રાખવામાં આવેલ હતુ.આ પ્રસંગે કોર કમીટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ / રાવણ ચૌરે , સંમેલનના અધ્યક્ષ એવા આપ પ્રા.અશોક બાગુલ અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…



