
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આદિવાસી એકતા પરિષદ અને જય આદિવાસી યુવા શક્તિ-જયસના સંયુક્ત ઉપક્રમે ઝારખંડમાં રાંચીના લાલગુટવા ખાતે બે દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય ચર્ચાના વિષયો સમાન નાગરિક ધારો અને મણિપુર હિંસા,વિસ્થાપિતોના ન્યાય સહિતના રહ્યા હતાં.આ કાર્યક્રમમાં કોકરાઝાર આસામના અપક્ષ સાંસદ નબકુમાર સરણીયા,જયસના રાષ્ટ્રીય સંયોજક ડો.હીરાલાલ અલાવા,સમસ્ત આદિવાસી સમાજ,આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય સંયોજક અશોક ચૌધરી,ગુજરાતના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા,નવસારી જિલ્લા ડો.નિરવ પટેલ,ડો.અમૃત પટેલ,ધનસુખ પટેલ,સંજય પટેલ,વેણીલાલ વસાવા,ગીરીશ ચૌધરી,મહેન્દ્ર વસાવા,ઝવેરભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
[wptube id="1252022"]



