KHERGAMNAVSARI

ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ખેરગામ બજારનું ગંદુ મળ-મૂત્રવાળુ પાણી બંધ કરવા મુદ્દે ગટર સમિતિના પ્રમુખને નોટિસ આપી વધુ બે દિવસનું અલ્ટીમેટમ.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ખેરગામ બજારનું ગંદુ મળ-મૂત્રવાળુ પાણી બંધ કરવા મુદ્દે ગટર સમિતિના પ્રમુખને નોટિસ આપી વધુ બે દિવસનું અલ્ટીમેટમ.
ગ્રામસભામાં થયેલ નિર્ણય અને ઠરાવ મુજબ આજે ગંદા પાણીના જોડાણ બંધ કરવાના હતા,પરંતુ બજારના રહીશો સામેથી રજુઆત કરવા આવ્યા હતા,તેમણે રજુઆત કરી કે શૌચાલયના ગંદા પાણીના જોડાણો અમે જાતે સર્વે કરીને બે દિવસમાં બંધ કરી દઈશું,આગેવાનોની મૌખિત રજૂઆતને ધ્યાને લઇ બે દિવસમાં આવા જોડાણ બંધ કરવા વધુ બે દિવસની મુદત આપી ગટર સમિતિને નોટિસ આપવામાં આવી છે.
ખેરગામ બજારની ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી કોટરડા મારફતે વોર્ડ નં.3 અને 13માં જતા ત્યાંના રહીશોએ ગંદા પાણીનો સોમવારે યોજાયેલી ગ્રામસભામાં ભારે વિરોધ કરતા પંચાયતે ગુરુવારે બજારના ચેમ્બરો બંધ કરવા આપેલા અલ્ટીમેટમ બાદ આજે બજારના રહીશો ભેગા થઈ પંચાયતમાં રજુઆત કરવા જતાં માહોલ ગરમાયો હતો,જેના પગલે પોલીસ આવી પહોંચતા ભારે ગરમાગરમી બાદ પીએસઆઇ પઢેરીયાએ દરમ્યાનગીરી કરતા માહોલ શાંત પડ્યો હતો.
ખેરગામ વિસ્તારમાં ભારે વિવાદિત બનેલી ડ્રેનેજ લાઇન બાબતે વોર્ડ નં 3 અને 13 ના રહીશોએ સોમવારે ગ્રામસભામાં અનેક સવાલો ઉઠાવતા ગ્રામસભા તોફાની બની હતી.અને ભારે ગરમાંગરમી બાદ સરપંચે બજારના રહીશોને ગુરુવારે ડ્રેનેજનું પાણી વહેતુ અટકાવવા ચેમ્બરો બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું,જે અંતર્ગત આજે ગુરુવાર હોય પંચાયત ડ્રેનેજ લાઈનના ચેમ્બરો બંધ કરવા આવે તે પહેલાં ખેરગામ બજારના 190થી વધુ કનેક્શન ધારકો પૈકી ઘણા આગેવાનો બજારમાં ત્રણ રસ્તે ભેગા થયા હતા.અને ડ્રેનેજનું પાણી વહેતુ અટકાવવામાં આવે તો બજારના લોકો માટે ઘણી મુશ્કેલી ઉભી થઇ શકે એમ હોય જેવી આગેવાનોએ ચર્ચા કરી હતી. તેમણે પંચાયત ખાતે પહોંચી સરપંચ સમક્ષ ડ્રેનેજનું પાણી વહેતુ અત્યારે તાત્કાલિક બંધ નહીં કરવા માંગ કરી હતી.અને આના માટે બે દિવસનો સમય આપે જેથી શૌચાલયના ગંદા પાણીના કનેક્ષનો સર્વે કરી ગટર સમિતિ યોગ્ય કાર્યવાહી કરી શકે.ગ્રામ પંચાયાત દ્વારા ગટર સમિતિના પ્રમુખને આજે નોટીસ જારી કરવામાં આવી છે,જેમાં બે દિવસમાં ગંદુ પાણી વહેતુ બંધ કરવા જણાવાયું છે,આવી સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી,પરંતુ આજે આગેવાનોની મૌખિક રજૂઆતને ધ્યાને લઇ શૌચાલયનું ગંદુ પાણી બંધ કરવા વધુ બે દિવસની મુદત આપવામાં આવી હતી,

[wptube id="1252022"]
Back to top button