GANDEVINAVSARI

નવસારી: બીલીમોરાના કલયુગી પુત્રે માતાની હત્યા કરી લાશને સળગાવાનો પ્રયાસ કરતા ચકચાર મચી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં બીલીમોરા વિસ્તારનાં ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતા એક કલીયુગી પુત્ર એ સગી જનેતા મોતને ઘાટ ઉતારી હોવાનું કિસ્સો સામે આવ્યો છે. જે માતાએ પોતાનો પુત્ર શ્રવણ બની માતા પિતાની સેવા કરશે એવી ભાવનાથી ઉચ્ચેરી મોટો કર્યો એ જ કલયુગી પુત્રએ સગી જનેતાને મોંતને ઘાટ ઉતારતા પોલીસ પણ સ્તંભ થઈ ગઈ હતી. આ ઘટનામાં હત્યારો પુત્રએ પ્રથમ માતાના ગળા પર ચપ્પુ ફેરવ્યું હતું. જેમાં માતાનું મોત ન થતાં ગળું દબાવીને હત્યા કરી અને આટલેથી હત્યારો પુત્રએ ન અટકતાં માતાના મૃતદેહને સળગાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, બહેનના કારણે કે તેને પુરાવા નાશ કરવામાં સફળતા નહોતી મેળવી શક્યો હતો. હાલ પોલીસે હત્યારા પુત્રને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. બહેનએ  પોલીસ ફરિયાદ આપી હતી.

તેનો ભાઇ પ્રિયાંક છેલ્લા લાંબા સમયથી અસ્થિર મગજનો છે, જેને લઈને તે દવા પણ લેતો હતો. જો દવા બંધ કરે તો પોતાનું માનસિક સંતુલન ગુમાવતો હતો. પ્રિયાંક કોલેજમાં હતો તે દરમિયાન કેટલાક વિષયોમાં તે નાપાસ થયો હતો. ત્યારથી તે હતાશ બન્યા બાદ ડિપ્રેશનમાં ગરકાવ થયો હતો. ક્યારેક ઘરના સભ્યો જોડે ઉગ્ર બની વિવાદ કરતો હતો.

બીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં આવેલી પદ્મશાલી કોપરેટીવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પ્રિયાંક રણછોડભાઈ ટંડેલને તેની માતા સુમિત્રા ટંડેલ આજે સવારે ઘરમાં એકલા જ હતા ત્યારે કોઈ કારણોસર બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતાં પુત્રે માતાના ગળા ઉપર ચપ્પુ ફેરવ્યું હતું. જોકે, માતાનું મોત ન થતાં ગળુ દબાવીને હત્યા કરી હતી.
ત્યારબાદ માતાના મૃતદેહને ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈ તેના ઉપર લાકડાના પાટીયા, પેપર તેમજ ઘાસ નાખી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. <span;>સગા ભાઈ ધ્વારા માતાની હત્યાના પગલે બહેનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી માતાનાં મૃતદેહનું પેનલ પી.એમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button