
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચનાં પિચ પર નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં પાથરી ગામની લાલ માટી થી પિચ તૈયાર કરવામાં આવી..
પ્રાપ્ત માહિતી મુજબ ગણદેવી તાલુકાનાં પાથરી ગામમાં ખેડૂત અશોકભાઈ ધોરાજીયાનાં ખેતરની લાલ માટી ભેજ અને ચિકાશ વાળી હોવાથી કોઈ પણ વસ્તુ બનાવતી વખતે ફાટતી નથી જેને લઈ ગ્રામજનો અગાઊ દેશી નળિયાં બનાવવામાં ઉપયોગમાં લેતા હતા સમયના બદલાવની સાથે દેશી નળીયા નો ઉપયોગ પણ ઓછું થતાં આ વિશેષ પ્રકારની ( રેડસોઈલ ) લાલ માટી ક્રિકેટ પીચ બનાવામાં ખુબજ ઉપયોગી સાબિત થઈ હતી વર્ષોથી આ લાલ માટી ક્રિકેટ પીચ બનાવવા લઈ જવાય છે. જ્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાનારી ભારત અને આસ્ટ્રેલિયાના ફાઇનલ ક્રિકેટ મેચમાં લાલ માટીથી પીચ તૈયાર કરવામાં આવી છે. જેનાથી સ્લોવ પીચ અને સ્પિનરો ને વધુ સપોર્ટ રહશે તેવું ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા ખાસ ગણદેવીના પાથરી ગામથી લાલ માટી લઈ જઈ ભારત અને ઓસ્ટ્રેલિયાના ફાઇનલ મુકાબલા માટે વિશેષ પીચ તૈયાર કરવામાં આવી છે વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






