NAVSARIVANSADA

દક્ષિણ ગુજરાતના આદિવાસી કુંકણા સમાજમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રી બાદ પિતૃ દેવોના પારણાં નો ઉત્સવ ઊજવવામાં આવે છે.

“પારણાં”

દક્ષિણ ગુજરાતના આદિવાસી કુંકણા સમાજમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રી બાદ પિતૃ દેવોના પારણાં નો ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં પિતૃ દેવોને વિવિધ કુળ- ગૌત્રની પેઢીમાં બેસાડવામાં આવે છે એમની પૂજા કરવામાં આવે છે અને “દેવકાથી” જે એક લાકડાનું બનેલ હોય અને ઉપરના ભાગે મોરપીચ્છનું ઝુંડ લગાવવામાં આવે છે. અને એ દેવકાથીને પેઢીના માણસો દ્વારા હાથના સહારે નચાવવામાં આવે છે. આ પિતૃ દેવોમાં રાણી વિક્ટોરિયા ભાથીજી મહારાજ કે અન્ય દેવી દેવતા કે આકૃતિવાળા આ સિક્કાઓ કે અન્ય પ્રતિકૃતિ મૂકવામાં આવે છે. અને એની પૂજા વાર તહેવારે કરવામાં આવે છે.

આમાં પુરુષ પિતૃને “ઇરે” સ્ત્રી પિતૃ ને “સુપલી” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસંગે અમુક દેવી દેવતાઓને “ખંડે” “મુંજે” તરીકે પણ ઓળખવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button