
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
જલાલપોર જિલ્લા પંચાયતની બેઠક મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ્યજનોના પ્રશ્નોનો આજે નવસારી પ્રાંત અધિકારીશ્રી આર.આર.બોરડના અધ્ય્ક્ષસ્થાને જલાલપોર મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના ગ્રામ્ય કક્ષાના ૪૦૨ પ્રશ્નો તેમજ તાલુકા કક્ષાના ૧૯ પ્રશ્નોનો રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” વીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં એપ્રિલ માસનાં અંતિમ સપ્તાહમાં સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર પંચાયત સીટ દીઠ ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાના કુલ ૪૦૨ પ્રશ્નો તેમજ તાલુકા કક્ષાના ૧૯ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાના સ્વાગત કાર્યકમમાં મામલતદારશ્રી જીગ્ના પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજ ખુમાણ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.



