NAVSARI

નવસારી: જાહેરમાં મારામારી કરી લોકોમાં ખોફ ઉભો કરનાર તત્વોનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારીમાં જાહેરમાં મારામારી કરી ખોફ જમાવવાનો મનસુફો ધરાવનાર ગુંડા તત્વોનો નવસારી પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી ગુંડાગીરી કરનાર તત્વોનો ભૂત ઉતારી નાખ્યું.
નવસારી સીટી વિસ્તારમાં આવેલ વિજલપોર શહેરમાં બે દિવસ અગાઉ એક રાજકીય પાર્ટીમાં જોડાયેલ સામાજિક કાર્યકરને જાહેરમાં ઢોર માર મારી મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોમાં ખોફ જમાવવાનો પ્રયાસ કરનાર ઇસમોને નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. અને આજે જાહેરમાં આ ઈસમો નું  સરઘસ કઢાયું હતુંપ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા આ ઈસમોએ વિજલપોરમાં રહેતા આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને કાગડીવાડ સ્કૂલ પાસે બોલાવી  કેટલાક યુવાનોએ ગોપાલભાઈ પર ઉગ્ર બની લોખંડના ફટકા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ વખતે સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોક્રોચએ યુવાનો લોખંડના સળિયા વડે ગોપાલ જગતાપને માર મારતા સમય નું  કોઈક ઈસમેં વીડિયો બનાવ્યો હતો.આ વીડિયો લોકોમાં ખોફ જમાવવા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નવસારી પોલીસે ગણતરીના સમયમાં જ આ ઇસમોને ઝડપી લીધા હતા. આજે નવસારી પોલીસે આજે ત્રણેય ઇસમોને જાહેરમાં હાથ જોડાવી, મુર્ગા બનાવી,ઉઠક બેઠક કઢાવી નવસારીના  વિજલપોર વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિરથી શિવાજી ચોક સુધી તેમનું સરઘસ કાઢવામાં આવતા આ ટપોરી ગુંડા તત્વોની જાહેરમાં હવા નીકળી ગઈ હતી.નવસારી પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢી, ગુંડા તત્વો સામે શિક્ષાત્મક કાર્યવાહી આવતા સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગૃત થયો હતો સરઘસ દરમિયાન એકત્રિત ભીડમાં લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવી  નવસારી પોલીસની આ સરાહનીય કાર્યવાહીને તાળિયો પાડી વધાવી લીધી હતી.

[wptube id="1252022"]
Back to top button