
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
નવસારી જિલ્લામાં શુક્રવારે 04 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.
જેમાં નવસારીમાં 01 ચીખલીમાં 01અને જલાલપોરમાં 02 કેશ, જ્યારે 1 દર્દી સાજો થતાં તેને રજા આપવામાં આવી છે.
નવસારી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી આજે 669 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 04 દર્દીઓના સેમ્પલ કોરોના પોઝીટીવ નોંધાયા છે, જેમાં જલાલપોર તાલુકામાં 2 કેસ નોંધાયા જેમાં આટ ગામે રહેતી 22 વર્ષીય યુવતી અને ખરસદ ગામે રહેતા 53 વર્ષીય આધેડ નું રિપોર્ટ પોઝિટિવ આવ્યું, જ્યારે ચીખલી તાલુકાના ખૂંદ ગામે રહેતો 16 વર્ષીય યુવક અને નવસારીના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલાનું પોઝિટિવ રિપોર્ટ સામે આવતા જિલ્લામાં શુક્રવારે કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા હતા,જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવતા જિલ્લાનો એક્ટિવ આંકડો વધીને 16 પર પહોંયો.



