
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
૪૦ જેટલી શાળાઓના ૧૩૦થી વધુ શિક્ષકો દ્વારા રંગોળીના માધ્યમ થકી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો..
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે નવસારી જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ રંગબેરંગી રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો શાળાના શિક્ષકો દ્વારા પાઠવવામાં આવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ જાહેર સ્થળો જેમાં જિલ્લાની શાળાઓમાં,વિવિધ કચેરી,સિવિલ હોસ્પિટલ નવસારી, રેલ્વે સ્ટેશન ખાતે અંદાજીત ૪૦ જેટલી શાળાના ૧૩૦થી વધુ શિક્ષકો દ્વારા નાગરિકોને ચૂંટણીલક્ષી સૂત્રો અને રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.