નવસારી જિલ્લામાં નવા 04 કોરોના કેસ નોંધાયા ,સામે 03 ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ આંક 19 પર પહોંચ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી
<span;>નવસારી જિલ્લામાં આજે બુધવારે 04 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં ચીખલી તાલુકામાં 01 ગણદેવી તાલુકામાં 02 અને જલાલપોરમાં 01 કેસ નોંધાયા જ્યારે 03 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી.
નવસારી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી આજે 512 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 04 દર્દીઓના સેમ્પલ કોરોના પોઝીટીવ નોંધાયા છે, જેમાં ગણદેવી તાલુકામાં 2 કેસ નોંધાયા જેમાં બીલીમોરા ખાતે રહેતી એક 23 વર્ષીય અને એક 24 વર્ષીય મહિલાનો કેસ પોઝીટીવ નોંધાયા જ્યારે ચીખલી તાલુકામાં એક 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝીટીવ નોંધાયો,જ્યારે જલાલપોર તાલુકામાં રહેતા 15 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસ ની સંખ્યા 19 પર પહોંચી , જ્યારે 03 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી.



