KHERGAMNAVSARI

ખેરગામ વિસ્તારમા જાણે ચોરટાઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય ઉપરા છાપરી ચોરીના બનાવો વધી રહ્યા છે.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ વલસાડ રોડ ઉપર આવેલી કપડાંની એક દુકાનમાં રાત્રીએ કોઈક અજાણ્યા ઇસમો પૂર્વ તરફથી બારીની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશીને અંદર રાખેલા કપડાં ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અરજી દુકાનના માલિકે ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે તપાસ હાથધરી છે.
ખેરગામ વલસાડ રોડ ઉપર જનતા હાઈસ્કૂલ નજીક રહેતા ધર્મેશકુમાર શંકરલાલ પટેલની એક વર્ષ કરતા વધુ સમયથી પોતાના ઘરની બાજુમાં રેડીમેઈડ કપડાંની દુકાન માય ક્લોઝટ નામથી શરૂ કરી હતી.ગત તા.16 જાન્યુઆરીના રોજ રાત્રીના બારેક વાગ્યા બાદ દુકાનની પૂર્વ દિશાની બારી તોડીને કોઈક ચોર ઇસમ દુકાનમાં પ્રવેશ કરી દુકાનની અંદરથી 109 થી વધુ જર્સી-ટીશર્ટ જેની કિંમત 55 હજારની આસપાસ થાય છે જે ચોરી કરી તેમજ ટેબલ પર રાખેલી ગણેશની મૂર્તિ પણ ઉઠાવી ગયા હતા.દુકાનમાં ગલ્લો ખુલ્લી હાલતમાં હતો પરંતુ ગલ્લામાંથી કઈ ગાયબ જણાયું ન હતું.

[wptube id="1252022"]
Back to top button